શું તમને ખબર છે કે,
પુષ્પમાં સુગંધ કોણ મૂકી જાય છે..??
પહેલા ખીલી હોય છે ખાલી એક કળી,
અને પછી એને પુષ્પ કોણ બનાવી જાય છે...??
પાણી થી તરબતર હોય છે આખો સમુદ્ર...
પણ હોય છે એ ખારો...
તો પછી નાનકડા ઝરણાં માં મીઠાશ કોણ ભરી જાય છે...??
મૃગકસ્તુરી બની, આખું વનરાવન ખૂંદી વળે છે એક હરણ...
ખુદ માં છૂપાયેલી છે સુગંધ કસ્તુરી ની...એ ભૂલી ને..
અંતિમ ક્ષણ સુધી બીજે શોધ કેમ થાય છે...??
અમુક વાતો કોઈની આવે ને... અચાનક.., આંખો ભીંજાઈ જાય...
અને અમુકનો ચહેરો અમસ્તો આવે યાદોમાં... ને રડતી આંખો માં..
જાણે જુગનું ની ચમક આવી જાય છે....!
તારી ને મારી વચ્ચે શું છે સબંધ..?? એ તો મારો રામ જાણે...
પણ હું કશુંયે નાં કહું... શૂન્ય બની જોયા કરું તને...
તોય તું આખી વાત, વગર કીધે કેમની સમજી જાય છે...??
ખબર નહીં કે, આ સગપણ ને શું નામ આપુ હું..???
પણ હશે પાક્કું આ "સગપણ શ્વાસનું આપણું"
કેમ કે, તને જો ભૂલવાની કરું ને કોશિષ ક્ષણિક...!
તે એક ક્ષણ માં તો હૃદય મારું, ધબકાર ચૂકી જાય છે...!