સવાર ની ચા થી રાત ના કોલાહલ ની શાંતિ સુધી;
મારી બિંદી થી તમારા શર્ટ ના બટન સુધી,
નજર આવો બસ તમે....
ગાડી ના હોર્ન થી મોબાઈલ ની રીંગ સુધી;
ઘડિયાળ ની ટીક ટીક થી મારા નામ સુધી,
સંભળાવ બસ તમે.....
લાગણી થી ઘુઘવતા સાગર થી પ્રેમ ની છલકાતી ગાગર સુધી;
અનરાધાર છલકાવ બસ તમે.....
શ્વાસ ની સરગમ થી હ્રદય ના ધબકારા સુધી;
આંખના પાણી થી ગાલ ની લાલી સુધી,
છવાયેલા રહો બસ તમે.....
દુનિયા સાત જનમ સાથે રહેવા ના કોલ આપે છે;
અરે! બીજા છ જનમ કોણે જોયા છે?
મારે તો આ જનમ ના બુઢાપા માં પણ પ્રેમ કરવો છે
તૈયાર રહો બસ તમે.....
એન. આર. ખીમસુરિયા