Gujarati Quote in Poem by Harsh Bhoi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખાલીપો ખટકે

મન ક્ષણે ક્ષણે ભટકે, ખાલીપો ખટકે
બાષ્પીભવન થઈ ધીરજ તારા વિરહ ના ઉનાળે

તારા પત્રો તો છૂપાવી લીધા પુસ્તક માં
વ્યાકુળ છે દિલ, એને કોણ સંભાળે?

મન નું પરબીડિયું ખોલું તો મળશે પ્રેમપત્ર
છે પ્રતીક્ષા તારી કે તું આવીને પરબિડીયું ઉઘાડે

પડછાયો ય છોડે સાથ અંધારે ને
દીવો કરવા તેલ કોણ બાળે?

અનરાધાર વરસી યાદો, પાંપણો ભીંજાઈ
કીકીઓ ટગર ટગર અશ્રુ માં તારી છબી નિહાળે

સંબંધ ના આલેખ માં છે ઉતાર–ચઢાવ
ન થાય કદી શૂન્ય સ્મૃતિ પ્રેમ ના સરવાળે

પંક્તિ એ પંક્તિ એ પરખાતી તું જાય છે
સ્નેહ માં તરબોળ શબ્દોથી ઉતારી કાળજા ના કાગળે

Gujarati Poem by Harsh Bhoi : 111888132
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now