✌️અણધારેલી સફરની શરૂઆત થશે,
મારી કાબેલીયતની જ વાત થશે.
નથી ખબર કે પરિણામ શું આવશે,
પણ હા! કેટલીક ભૂલોની માત થશે.
મહેનતનો ચાંદ આસમાને ખીલશે,
ક્યારેક તો એવી સુહાની રાત થશે.
રાહની અટકળો તો દૂર થશે જ,
ફરી એક નવી સફરની શરૂઆત થશે.
વિચારો અને હકીકત વચ્ચે દંભ થશે,
પૂર્ણ છતાં અધૂરી કેટલીય રજૂઆત થશે.
માન્યું કે પરીક્ષા મારી ઘણી લેવાશે,
ક્યારેક તો સપનાઓ સાથે મુલાકાત થશે....🤞🤝🤗