કલ્પનાની કવિતા
ચંદ્રયાન ને કહો ને થોડું ઉપર જાય, જ્યાં
મેઘરાજાની મહેફીલ ના ફોટા પાડી આવે
કઈ બાજુ ધોધમાર ને કઈ બાજુ વાંછટ
ક્યાં કેવું વરસવું એ પ્રોગ્રામ જોઈ આવે
વીજળી બાઈ નવરી બેસી શું કરતી હશે
કહેજો ને એની દિનચર્યા ની ખબર લઈ આવે
પાછું આવે તો ખાલી હાથે ન આવે
થોડાક નાના નાના મેઘ ધનુષ્ય લેતું આવે