Gujarati Quote in Thought by Dave Yogita

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમસ્કાર મિત્રો!!



પુનઃમિલન તો સમજ્યા..પણ મને આ પુનઃમિલન વિશે એક હાસ્ય લેખ લખવાનો વિચાર આવ્યો છે. તમારી સમક્ષ રજૂ કરું છું

વિચારો કે આપણે આપણી જ ધૂનમાં મતલબ કે આપણા વિચારોમાં, આપણા કોઈ અગત્યના કામ માટે બહાર જઈ રહ્યા છીએ. અને.. અને..આપણને યાદ પણ ન હોય, કોઈ પ્રસંગમાં કે ક્યાંક મળી હોય,એવી કોઈ વ્યક્તિ સામે ભટકાઈ મતલબ કે મળી જાય. પછી આ પુન:મિલનમાં આપણી જે આપણી દશા થાય!!!

સામે મળેલી વ્યક્તિ આપણને ઓળખતી હોય. આપણી આખી કુંડળી પણ એમની પાસે તૈયાર હોય. આપણને પૂછવાના પ્રશ્નોનું પણ આખું પેપર તૈયાર જ હોય જાણે સાથે લઇને ફરતા હોય એમ પ્રશ્નો પૂછી લે, તમારો દિકરો દસમાંમાં હતો ને? પાસ થઈ ગયો? કેટલા ટકા આવ્યા?
જો આપણે આ પ્રશ્નના જવાબ દેવા જઈએ તો જવાબ પણ આપણા બદલે એ વ્યક્તિ જ આપી દે.
હા.. મે સાંભળું ગણિતમાં ઉડી ગયો કા? મહેનત તો સારી કરતો હતો. કંઈ નહિ હવે તો ત્રણ મહિનામાં જ પરીક્ષા આવે છે અપાવી દેજો.
એ ભાઈ! તું મને પૂછે છે તો જવાબ તો આપવા દે.. કંઇક તો મને બોલવા દે. ચલો, આપણે વિચારી લઈએ કે હાશ જવાબ દેવો મટયો.આમપણ, હજુ સુધી સામે મળેલી વ્યક્તિ આપણને યાદ તો આવી જ ના હોય. આપણે તો હજુ એ જ યાદ કરતા હોય કે આમને કોના ઘેર મળ્યા હતા??

છોડને યાદ કરીને આમ પણ શું મળવાનું છે., આવુ વિચારી ફરીથી આપણે એ વ્યક્તિના કોઈ પ્રશ્નનો હા..હા કરી સ્માઈલ સાથે જવાબ આપી, ત્યાંથી આગળ ચાલવાની કોશિશ કરીએ તો તો આપણી પાછળ ચાલતા જાય અને બોલતા જાય.

આમ જુઓને આજકાલ તો મને સમય જ નથી મળતો. આપણને મનમાં એમ થાય સારું આને સમય નથી મળતો.નહિતર, મારા ઘરે આવી મને સલાહ દે એવો છે.

મનમાં નહિ પણ હોઠ સુધી આવી ગયું હોય કે તારી પાસે સમય નથી તો મારી મેથી શું કામ મારે છે? તું તારું કામ કર. અને મને મારા કામ પર જવા દે. મારે બહુ કામ છે...😂😂😂

હજુ બીજા પ્રકારના પણ પુનઃ મિલન હોય જે સોસાયટીમાં રોજ સામે ભટકાઈ જ જતા હોય.. સામે મળતા જ પહેલો પ્રશ્ન, ક્યાં ચાલ્યા? અત્યારે લોટ દરાવવા? ના..ના.. આ લોટનો ડબ્બો હાથમાં લઈને ગરબા ગાવા જઈ રહ્યો છું.
હજુ બીજા વધારાના હોયતો વધારે પંચાત કરતા જાય, સવાર સવારમાં ક્યાં ફરી આવ્યા.? અરે ભાઈ! મારું બાઈક, મારું પેટ્રોલ મારે જ્યાં જવું હોય ત્યાં જાવ. મેં તમને ક્યારેય પૂછ્યું કે ક્યાં ગયા હતા કે ક્યાં જાઓ છો. આ બધા એવા પ્રકારના લોકો જેને આપણે ક્યારેય બોલાવ્યા પણ ન હોય.

આવુ છે બધું ચાલ્યા રાખે...

હસતાં રહો...
મહાદેવ હર...


યોગી...

Gujarati Thought by Dave Yogita : 111883727
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now