" ધ્યાન રાખજે "
( ગઝલ )
કેડથી ના વળો આ કમર સાચવો.
ધ્યાન રાખો તમે આ ઉમર સાચવો.
રોજ એને બચાવી તમે રાખજો;
છે ધડક્તી હજી આ કબર સાચવો.
આવશે એ મુલાકાત માટે કદી;
હોય ખંડેર તો પણ નગર સાચવો.
કોણ છે પ્રેમમાં એકબીજા કહો;
વાત છાપે ચડે ના ખબર સાચવો.
એ ક્ષણને ભૂલતા ના કદી પણ તમે;
જિંદગીની બધી એ સફર સાચવો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૪