કોઈ કહે જિંદગી જાણવા જેવી છે.
કોઈ કહે જિંદગી માણવા જેવી છે.
સુખ તો વારતહેવારે કદાચ દેખાતું,
બાકી દુઃખમાં ડગ ભરવા જેવી છે.
" વાહવાહ" કરે સૌ સુખ હોય આપણે,
મુસીબત આવતાં ડરવા જેવી છે.
જો સુખેદુઃખે સમાનતા આચરી શકે,
જિંદગી ઉત્સવ મનાવવા જેવી છે.
કફન બાંધીને જે કર્મનો માર્ગે વધે,
સદાસુખી એ ઊજવવા જેવી છે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.