શેર માર્કેટ માં stop loss નામ નું એક feature આવે જેમાં તમે invest કરેલા પૈસા માં જો નુકસાન થતું હોય તો, તમારી ક્ષમતા થી વધારે નુકસાન નય થવા દેય.
જેમ કે તમે 5000 હાજર નું investment કર્યું છે ને 1000 થી વધુ નું નુકસાન તમારી ક્ષમતા બાર છે તો 1000 ના નુકસાન પછી stop loss active થય જાય ને તમારો loss બચાવી દે છે. આ વધેલા 4000 ને તમે બીજી જગ્યા એ invest કરી શકો.
એવી જ રીતે તમે કોઈ વ્યક્તિ માં કરેલું investment (પછી એ લાગણી, ભાવના કે પ્રેમ કોઈ પણ પ્રકાર નું investment હોય) એમાં જો return ના મળે તો વાંધો નય પણ stop loss તો રાખવો જ જોઈ. આપડે કરેલ investment કરતા બોવ ઓછું return મળે તો એ સંબંધ છોડી કોઈ બીજે invest કરવાનું શરુ કરી દેવું જોઈ.
અપવાદ એ પણ છે કે દર વખતે તમારો જ loss થાય છે તો કા તો લોકો તમારો ફાયદો ઉપાડે છે કા તો તમારે હજી વધુ શીખવાની જરૂર છે.
પણ મહત્વ નો stop loss છે. જો તમે stop loss નય રાખ્યો તો તમે કરેલું બધું investment ખોય બેસશો. તમે બીજા કોઈ માં પણ investment કરવા ને લાયક નહિ રહો.
ટૂંક માં એટલું જ આપો જેટલું ખોવા થી તમને કઈ ફેર નો પડે અને વધુ આપો ને, સામે એટલું ના મળે તો જે loss છે એ બને એટલી વેલી તકે લઈ ને છુટ્ટા પડી જાવ.