Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" તમારા જવાથી "
( ગઝલ )

તમારા જવાથી ઘણી ખોટ પડતી હૃદયને.
ગયા કેમ છોડી ઘણી રીસ ચડતી હૃદયને.

જુદા થઇ ગયા બાદ હાલત કફોડી બની છે;
જુઓ એક નસ ના કદી ક્યાંય અડતી હૃદયને.

તમે તો નિશાની રહેવા ન દીધી ખરેખર;
પડાવી હતી એ છબી પણ ન જડતી હૃદયને.

બધા ગમ હટાવી અને જીવજે જિંદગી તું;
હવે જો ન સપના ઈચ્છા આજ લડતી હૃદયને.

ન ભૂલી શક્યો આજ Bન્દાસ તમને ખરેખર;
હજી પણ જુઓ યાદ એની તો નડતી હૃદયને.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૫

Gujarati Poem by Rakesh Solanki : 111880786
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now