" પાર ઉતરે "
( ગઝલ )
કસોટી કરે જો ખુદા, પાર ઉતરે.
ભરોશો મને જાત પર પાર ઉતરે.
બધા ખ્વાબ સાચા પડે છે હવે તો;
જુઓ આભથી ખાસ આકાર ઉતરે.
લખી નાખતો એટલે હું ગઝલ બસ;
કર્યા જે વિચારો એ તૈયાર ઉતરે.
બધા આંસુઓ નીકળીને વહી ગયા;
જુઓ આંખથી આજ હકદાર ઉતરે.
ઘણી રાહ જોતો રહ્યો આવવાની;
કે બસ સ્ટોપ પર આજ તો યાર ઉતરે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪