" ગોઠવી દો "
( ગઝલ )
આજ ઈશ્વરનું ઘર ગોઠવી દો.
આભથી પણ ઉપર ગોઠવી દો.
જેમ સૂરજ ફરે છે બધે જ્યાં;
એમ પાયા વગર ગોઠવી દો.
ના કદી એ નજરથી હટે કે;
યાદ એની અમર ગોઠવી દો.
આવશે બહુ મજા એ મિલનની;
રોજ મારી સફર ગોઠવી દો.
સાથ Bન્દાસ નહિ છોડવાનો;
એક આખી ઉંમર ગોઠવી દો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૩ + ગા