શબ્દોને શણગારીને મેં શરુઆત કરી.
હતી જે મનમાં તે સઘળી મેં વાત કરી.
મનના શબ્દો માત્ર મન સુધી પહોંચ્યા,
શબ્દોથી જ ઈતિશ્રી; ના મુલાકાત કરી.
ભાષા બની સુશોભિત અલંકારો થકીને,
તો પણ ના દિલને કશીએ નિરાંત કરી.
ઉર લગી ના પહોંચી અભિવ્યક્તિ મારી,
રખેને કોઈ ના પ્રાસંગિક રજૂઆત કરી.
રે પડી ખબર, ઓષ્ઠભાષા ઉરથી દૂર છે,
પુનઃ નિજઉરને સરળતાની સોગાત કરી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.