જિંદગી ક્યાંની ક્યાં વહી જાય છે,
એકદમ સીધો હોય છે રસ્તો;ને વળાંક વળી જાય છે,
જિંદગી ક્યાંની કયાં વહી જાય છે... *
સફળતાના રસ્તે ચાલતા નિષ્ફળતા મળી જાય છે,
દુઃખનું તો સરનામું પણ નથી હોતું તો પણ ત્યાં પહોંચાઈ જાય છે;
જિંદગી ક્યાની ક્યાં....૧)
ટીપુ પણ હાસિલ નથી થતું સુખનું છતાં દરિયો ભેગો કરવાની આસમાં જાય છે;
ખબર નથી દરિયાને મળવાનું છે કે નહીં તો પણ નદીની જેમ ક્યાંય દોડી જાય છે;
જિંદગી ક્યાની ક્યાં... ૨)
ક્યારેક રાજા ને રાંક તો ક્યારેક રાંક ને રાજા બનાવી જાય છે, સમય તો ઊભો નથી રહેતો અને જિંદગી એની સાથે દોડી જાય છે ;
જિંદગી ક્યાંની ક્યાં...૩)
લાગે ક્યારેક પારકા પોતાના હોય છે અને ક્યારેક પોતાના જ પારકા બની જાય છે છતાં દરેક સાથે માયા બાંધતી જ જાય છે;
જિંદગી ક્યાંની ક્યાં...૪)
હસતી, રમતી, કૂદતી,પડતી,અથડાતી જિંદગી આમ જ પૂરી થઈ જાય છે,
એકદમ સીધો હોય છે રસ્તો, છતાં વળાંક વળી જાય છે;
જિંદગી આમ જ વહી જાય છે..RV👑