" આદમી "
( ગઝલ )
જ્યાં જુઓ આફતો લઇ ફરે આદમી.
બોજ ઘરનો ઉપાડી ફરે આદમી.
દોડતા આ સમયને પકડવા જતાં;
હાંફતો હોય સાંજે ઘરે આદમી.
કે ખુશી ક્યાંય એને ન જોવા મળે;
જ્યાં મળે જોઇને બસ ડરે આદમી.
પેટ માટે કરે વેઠ એ તો ઘણી;
રોજ પૈસા કમાવા મરે આદમી.
ના સફળ થાય Bન્દાસ ક્યારે કદી;
કે નિસાસા હમેશા ભરે આદમી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૪