સજ્જનો સાથે સંબંધ રાખવા પણ વટાવવા નહિ.
સંબંધના મૂલ હંમેશાં ચૂકવવાં પણ પરખવા નહિ.
લેશ ન બદબૂ આવવી જોઈએ સ્વાર્થની એમાં કદી,
સંબંધો એકમેકથી સદા જાળવવા પણ આંકવા નહિ.
આપ- લે જેવી વર્તૂણૂંક હોય છે સંસારમાં સંબંધોની,
ક્યારેક જાતે સહન કરીને ટકાવવા પણ બગાડવા નહિ.
એ પણ શક્ય છે કે રાજાનેય જરુર પડે રંકનીય વળી,
સમાન વિચારધારાએ એ વિકસાવવા પણ તોડવા નહિ.
સંઘની શક્તિ અદભુત છે આ કળિયુગમાં એ સત્યને,
ક્યારેક ઘસાઈનેય એને સ્વીકારવા પણ વણસાવવા નહિ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.