સમય છું…!!
આસાનીથી ક્યાં, કોઈને વાળી શકું?
સમય છું! અનુભવે જ એને, વારી શકું!
આજ છે અસફળ, તો કાલ સફળ થવાશે,
સમય છું! પ્રયત્નથી જ સફળતા, એ સમજાવી શકું!
દુ:ખ અને સુખ છે, એક સિક્કાની બે બાજુ,
સમય છું! દુ:ખનું ઓસડ દહાડા, ધૈર્ય એ આપી શકું!
ઊંડી હતાશાની ગર્તા માં, છો ડુબી જવાતું,
સમય છું! આશાની જ્યોત તો ચોક્કસ, જલાવી શકું!
નિશાનાં ઘોર અંધકારમાં, ડુબતી રોજ દુનિયા,
સમય છું! સુર્યોદય થી રોજ પ્રકાશ તો, રેલાવી શકું!
બાળપણ, યુવાની અને ઘડપણ છે અફર અવસ્થા,
સમય છું! કાળચક્રને એમ ક્યાં હું, રોકી શકું!
ઈર્ષા ‘ને વેરની આગમાં, જગત ભડકે રોજ બળતું,
સમય છું! “ચાહત” ની ભાવના તો, ફેલાવી જ શકું!!
💕ચાહત💕
(Neha Desai, NJ)