ગયા અઠવાડિયે ગાંધી ફિલ્મ ફરી જોઈ, કદાચ 20 વર્ષમાં 5 વખત જોઈ છે. આ વખતે છોકરાઓને સાથે બેસાડી ટીવી પર જોઈ. યુટ્યુબ પર છે.
એમના સિદ્ધાંતો સાચા હતા.
1. અહિંસા થી આઝાદી મળે એ યોગ્ય હતું, તો જ કદાચ લોકશાહી આપણે ત્યાં ટકી છે. પાકિસ્તાનમાં હિંસાથી અલગ દેશ બન્યું અને ત્યાં 3 સરમુખત્યાર અને લોકશાહી નામે હજી મજાક ચાલે છે. જેને ફાવે ગાદી પર બેસી જાય.
2. સામાજિક સમાનતા એટલે ધર્મનિરપેક્ષતા વાળું ભારત, જાત પાત વગરનું ભારત. જે ધીરે ધીરે ભારતમાં વાસુદેવ કુટુમ્બકમ જેવું બનતું ગયું છે. આજ ભાવ આપણને દુનિયામાં જુદું પાડે છે.
3. સામાજિક આર્થિક ઉત્થાન, સ્વરોજગાર, લોકો કમાય, સ્વદેશી અપનાવે અને આંતરિક વૃદ્ધિ થાય. જે આજે જોરશોરથી આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા કેમ્પેન કરીને વર્તમાન સરકાર પ્રોત્સાહન આપી રહી છે.
આજના ભારતની કલ્પના 100 વર્ષ પહેલાં એમણે કરી અને પાયો પણ નાંખ્યો.
મહાત્મા ગાંધી પર ફિલ્મ બનાવી હોલિવૂડ વાળા ઓસ્કર જીતી ગયા અને આપણે રહી ગયા.
મોહનદાસ કરમચંદ ગાંધી પર એક વિસ્તારથી વેબ સિરીઝ બનવી જોઈએ જે એમના જીવનની એક એક ઘટનાને લોકો સમક્ષ મૂકે. કદાચ એજ એમના કામને અને એમની આત્માને સાચી શ્રદ્ધાંજલિ હશે.