શ્રદ્ધા ખૂટે અને વિશ્વાસ તૂટે,
તો શું કરવું?
આસ્થા ખૂટે અને શ્વાસ ખૂટે,
તો શું કરવું?
આંગણે કોઈ ઊભું હોય ને,
પગલા ખૂટે તો શું કરવું?
ભીતરે ભર્યો હોય દાવાનળ,
ને આંખે હો ભીનાશ તો શું કરવું?
મંઝિલ હોય નઝર સામે,
રસ્તો તૂટે તો શું કરવું?
કવિતા લખવા બેઠા હોયને,
શબ્દો ખૂટે તો શું કરવું?
"પ્રાપ્તિ"
24/3/23.