*🖋તુ દોડતી જાય છે ને મારાથી*
*ચલાતું પણ નથી*
*ધીમે ચાલ જિંદગી મારાથી*
*થાકી જવાય છે*
*ઘણા બધા સ્વપનો છે મારી*
*આંખોમાં*
*થોડાક તેં બતાવેલા થોડાક*
*મેં સંઘરેલાં*
*કેટલાક સબંધો છે મારી સાથે*
*જોડાયેલા*
*ઘણા ઈશ્વરે આપેલા ને થોડા*
*મેં બનાવેલા*
*જોજે એ બધા મારાથી છૂટી*
*ન જાય ધીમે ચાલ જિંદગી*
*મારાથી થાકી જવાય છે*
*કઈ કેટલીય લાગણીઓ છે*
*આ હૃદયમાં ઘણી બધી ગમતી*
*અને થોડીઘણી અણગમતી*
*કંઈક કેટલીય જવાબદારીઓ છે*
*આ જીવન માં*
*થોડીક જબરદસ્તીથી સોંપેલી*
*થોડીક મેં સ્વીકારેલી*
*એ બધાનો ભાર ઉંચકીને લાંબુ*
*ચાલી શકું એ માટે*
*ધીમે ચાલ જિંદગી મારાથી*
*થાકી જવાય છે*
*ઘણાબધા નું હૃદયમાં સ્થાન*
*બનાવવું છે*
*અને ઘણાબધા નું હૃદયમાં*
*સ્થાન ટકાવવું છે*
*જવાબદારીઓ સાથે પોતાના*
*સ્વપનો પુરા કરી શકું કે*
*તું ધીમે ચાલજિંદગી મારાથી*
*થાકી જવાય છે*
*કોઈને કડવાશથી યાદ કરું એવા*
*વ્યવહાર ટાળ્યા છે*
*લોકોના હૃદયમાં હંમેશા રહું એવા*
*પ્રયત્ન કર્યા છે.?*
*ભૂલથી પણ કોઈના હૃદયને ઠેસ*
*ન પહોંચે એવી પ્રભુ પાસે પ્રાર્થના*
*કરી છે*
*એવી મારી પ્રાર્થનાને ફળીભૂત*
*થતાં જોવી છે*
*તો ધીમે ચાલ જિંદગી મારાથી*
*થાકી જવાય છે*
*રેતની જેમ સમય મુઠ્ઠી માંથી*
*સરકે છે*
*આજે સાથે ચાલીએ છીએ*
*કાલ ની કોને ખબર છે..?*
*ખુબ પ્રેમ કરુ છું તને ઓ*
*જિંદગી*
*જરા તું ધીમે ચાલ મારાથી*
*થાકી જવાય છે.*
*થાકી ન જાંઉ એ પહેલાં પ્રેમ કરી નીરખીં લંઉ.....*
તું ધીમી ચાલ ઓ જિંદગી