" મીઠી અમારી ભાષા "
( ગઝલ )
મધ લાગતી સૌને ભલા મીઠી અમારી ભાષા.
ગર્વભેર બોલે સૌ બધા મીઠી અમારી ભાષા.
શીખી જતાં બાળક બધા આસાન છે બોલો;
વ્હાલી બની જાતી સદા મીઠી અમારી ભાષા.
સૌ રાહ જોતા બોલશે ક્યારે સભામાં આજે;
બેતાબ સાંભળવા થતા મીઠી અમારી ભાષા.
લલકારતા ગીતો સદા Bન્દાસ ગુણ ગાતા હા;
મીઠા અમે ને હા વતા મીઠી અમારી ભાષા.
વખણાય છે આજે બધે આખા જગતભરમાં કે;
સૌ કોઈ આજે બોલતા મીઠી અમારી ભાષા.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રઝજ ગા ગા લ ગા × ૦૩ + ગા ગા ગા
👉 વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે