Gujarati Quote in Motivational by Mustafa Moosa

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

📓મારું માનવું છે કે સિકંદર અસલમાં દુનિયા જીતી ગયો એટલે મહાન નહોતો પણ છેલ્લી ઘડીએ તેને થયેલા પરમજ્ઞાનનાં કારણે તે મહાન છે. દુનિયાભરનો વૈભવ તેનાં પગ નીચે હતો પણ તેને છેલ્લે ખબર પડી કે આમાં તેને મળ્યું શું? શું વળ્યું ? આખરે તો ખાલી હાથે જ જવાનું છે. મર્યા પછી પોતે ખાલી હાથ જાય છે એ દેખાડીને જ સિકંદર મહાન બન્યો છે. આપણે સિકંદરનાં જીવનમાંથી પ્રેરણા લઈએ છીએ અને જીવનરૂપી જંગ જીતવા મારકાટ કરતાં રહીએ છીએ... વાસ્તવમાં સિકંદર પણ ખાલી હાથ ગયો હતો અને જીંદગી માણી નહીં શકવાનો તેનો વસવસો વધુ પ્રેરણારૂપ છે. આપણે સિકંદર બનવાનું છે પણ એવો મુર્ખ સિકંદર નહીં જે જીંદગી જીવ્યા વગર બીજાને મારવામાં પોતાનું જીવન ખલાસ કરી નાખે. આપણે એવો સિકંદર બનવાનું છે જે સંતોષ જીતે. જીવન જીતે. જીંદગી જીતે...✍️

Gujarati Motivational by Mustafa Moosa : 111858033
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now