લે હવે જગજાહેર કરી મારી લાચારી,
અને થઈ કોઈના પ્રેમની ઓશિયાળી,
મૌન એની ખુમારી ક્યાં કદી રહી છે?
બસ, સંસ્કારોનો વારસો જાળવ્યો છે,
વાત એનાં આત્મસન્માનની હતી,
ત્યારે પણ એણે પકડી રાખ્યો છે કક્કો સંસ્કારનો,
અને એથી જ દુનિયાની નજરમાં ખપી ગયા પાગલમાં,
પણ આ જમાનો શું જાણે સંસ્કારની તાકાતને,
એક એણે જ તો ટકાવી રાખ્યાં દરેક નબળી સ્થિતિમાં,
બાકી એનાં માટે દુનિયા સામે લડવું ક્યાં અઘરું હતું?
બળવો હવે એ પોકારશે, જરૂર પડશે ત્યારે,
અત્યારે સમય છે લોક ટીકા સાંભળવાનો,
પછી ફરિયાદ કરવાથી શું ફાયદો?
જ્યારે તમે એને એની મરજી પ્રમાણે ઉડવા ન દીધી,
આપી ન શક્યા પાંખો જે એને,
એ સૌ વાત કરે છે એની ઉંચી ઉડાનની,
બસ સમજો એટલું કે,
પાંખો વિના ઉડવાનું છે,
દીવાદાંડી વિના નૌકા પાર કરવાની છે,
પણ પહોંચવાનું છે મંઝિલે, વહેલા કે મોડા એ વાત નક્કી છે હવે!
મૈત્રી બારભૈયા