#શાંતિની શોધમાં સ્મશાન સુધી
સ્મશાનમાં સમાચારપત્ર શાંતિથી વાંચી શકાય છે. સમશાન જેવી શાંતિ કદાચ ક્યાંય નથી. અહી એટલી શાંતિ હોય છે કે માણસ બળીને રાખ થઈ જાય છે, અને તેને પોતાને જ ખબર નથી રહેતી, એટલો તે શાંતિથી સુતો હોય છે. માણસને પોતાના પૈસાનો, પાતાના રૂપનો, પોતાના જ્ઞાનનો, પોતના બાહુબળનો અને પોતાની સાથે જોડાયેલા લોકોનો તેને એટલો અભિમાન હોય છે કે પોતાના કર્મો સારા કરવા કે ખરાબ તેને પોતાને ભાન નથી રહેતું. પોતાની ઈચ્છાઓને અને સુખ-સુવિધાઓને જ પોતાનું સુખી જીવન સમજી બેસે છે.
જીવનની છેલ્લી યાત્રા એટલે સ્મશાન યાત્રા. આ એક જ એવી યાત્રા છે જ્યાથી તે જાય છે લોકોની સાથે પણ તે ત્યાંથી કયારેય પાછો ઘરે આવતો નથી. આ એક એવી યાત્રા હોય છે લોકોની આંખોમાં આસું હોય છે, અને તે શાંતિથી એકદમ અલમસ્ત સુતેલો હોય છે. આ યાત્રા જેવી તેવી નથી હોતી વિધિવત્ત હોય છે. સમશાનમાં સુવારી બ્રહ્માણને સાથે રાખીને વિધિ કરવામાં આવે છે. આ યાત્રાની માઝા લેવા માટે માણસે એકવાર તો મરવું જ પડે છે, તો જ તે આ યાત્રાની શાંતિનો અનુભવ કરી શકે છે.
ગયા શનિવારે (21/01/2023) હું શાંતિની શોધમાં નિકળેલો, નજીકમાં આવેલા વાડજ સમશાન ગૃહે પહોચી ગયો. કોઈએ મને કહ્યું હતું કે સમશાન જેવી શાંતિ દુનિયામાં કોઈ જગ્યાએ નથી. મારી આંખની સામે ચિંતાઓ સળગતી હતી. અને જે સમશાન યાત્રામાં આવ્યા હતા તેમાથી મોટા ભાગના લોકો પોતાનો મોબાઈલ ઘુમડતા હતા. અમુક લોકો હસ્તા હતા. મને એ નહોતું સમજાતું કે જે માણસ બળી રહ્યો છે તેના જવાથી આ લોકો ખુશ થયા છે કે પછી દુઃખી થયા છે ? જો તમારે પણ શાંતિની શોધમાં જવું હોય તો સમશાન સુધી જઈ આવજો, તમને ચોક્કસ શાંતિની અનુભુતી થશે. તમે કેટલા વાસ્તવિક સુખી છો તેનો એહસાસ થશે.
By A. M. Kamejaleeya