કયારેક મારી વણકહેલી લાગણીને,
તું શબ્દોમાં ઉતારે તો કેવું સારું.
આંખમાંથી વહેતી હોય લાગણીઓ ને,તું સામેથી ખભો આપે તો કેવું સારું.
વ્યથા અને વેદના વચ્ચેની વાતને
તું પ્રેમથી સમજાવે તો કેવું સારું.
થાકેલી આંખોને તુટેલા પગને
તું હસતા હસતા રાહત આપે તો કેવું સારું.
તુટેલી ફુટેલી એ હાથની રેખાઓને
તું બંધ બેસાડવા પ્રયત્ન કરે તો કેવું સારું.
સમજદાર થાવ હું અને બાળપણ
ખેચી લાવે તું તો કેવું સારું.
સંબંધો વ્યવહારો બનાવું હું
પણ એને બાંધી રાખવાની દોરી તું બને તો કેવું સારું.
શમણાં જોવે મારી આંખોને
પુરા કરવા મહેનત તું કરે તો કેવું સારું.