*યોગી,સંત*
પ્રકાર પદ્ય અછંદાસ
બહુ ઉપયોગી થાય જે જણ સંસારમાં,
સાચુક્લો સંત તે જ કહેવાય સંસારમાં.
પરોપકારી કાર્યો જે કરે આ સમાજમાં,
સાચુકલો સંત તે જ કહેવાય સંસારમાં.
અનુલોપ વિલોપ દુકાન કેમ ખોલો છો,
શ્વાસની આવન જાવન મફત શરીરમાં.
યોગી નહીં કર્મયોગી બનો કળયુગમાં,
સંતને તંત શું! ચાલતા ભલા સંસારમાં.
આત્મારામ કહો કેમ રહીએ સમાજમાં,
સુખે દુઃખે પડખે ઉભા રહો વ્યવહારમાં.
મેળવ્યું નહીં ઘણું ગુમાવ્યું ના સમજમાં,
સુખદુઃખ આવે જાય સંપી રહેવું સમાજમાં.
બહુ ધ્યાન ન દેવું સામાજિક કકળાટમાં,
દૂધ ક્ષીર ન્યાય ગ્રહણ કરતા રહેવું સંસારમાં.
યોગેશ વ્યાસ