સફાઈ કરતાં આવેલો વિચાર.....🤗
કરોળિયાને સાવરણી ફેરવીને એક ઠેકાણેથી હટાવીએ ત્યાં દોડીને બીજે જાળું ગૂંથીને મોજથી હીંચકા ખાય! એનામાં ક્યાં ઝાઝી સમજણ! એને તો પોતાની મોજથી મતલબ એટલે ગૂંથેલી જાળમાં પોતે આઝાદ રહે ને બીજા જીવ અટવાય.
પણ, સમજદાર માણસનું મન એના વાદ કરવા જાય! ઠેકઠેકાણે જાળ પાથર્યા કરે ને અંતે પોતાની જ ગૂંથેલી માયાજાળમાં ફસાઈને ગુલામ મન ગૂંગળાતું માથાં પછાડે! કાવાદાવામાં ખૂંપેલાં સમજદાર મનને મોજના હીંચકા તો ક્યાંથી હોય?
~ Damyanti Ashani