સંકટમાં શાંત કેમ રહેવું રે એતો કાન શિખવી ગયાં રે.
યશોદા નો ગોપાળ રે ગોવાળિયા બની ગાયો ચારતા શિખવી ગયા રે.
મોરપંખ ધારી રે મોહન મનથી પ્રિત કરતા શીખવી ગયાં રે.
શયામ સુંદર રે મિત્ર સુદામા ના દુઃખ દર કરતાં શીખવી ગયાં રે.
વીર બનીને ચિર પુર્યા રે મોહન અબળા ની લાજ રાખતા શીખવી ગયાં રે.
યદુનદન ચક્રધારી રે યુધ્ધમાં ગીતા નો પાઠ શીખવી ગયાં રે.
શ્યામ સંકટ માં દે સાથ રે કહે નર આપ જીવનનું સત્ય શીખવી ગયાં રે.
કોને જીવન દાન દેવું રે ને કોને મારવું એ તો કુષ્ણ શિખવી ગયાં રે.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા
#Krishna