માટી માંથી પિંડ બનાવ્યો એમાં પુર્યા પ્રાણ.
કૈલાશે માતા પાર્વતીને ઘરે ઉગ્યાં સુખના ભાણ.
ભક્ત વત્સલ પુત્રનાં શ્રી ગણેશ રાખ્યાં નામ.
ગણેશજીના અવતરણથી પાવન થયો કૈલાશ ધામ.
માતા આજ્ઞાથી અડગ થઈને ઉભાં ગણેશજી દ્વાર.
પિતા પુત્ર વચ્ચે યુધ્ધ થયું શિવે કર્યું શિશ પર વાર.
માતા ક્રોધિત થઈ ધારણ કયું રૂપ વિકરાળ.
કહે ભોળાનાથ ને પ્રાણ દાન આપી પાછો આપો બાળ.
શીવ કહે ગણને જે મડે સામે એનો શિશ લાવ.
ગજરાજ નો શિશ ગણેશજીના ધડ પર લગાવ.
આષીશ વર્ષા થઇ મળ્યાં ગજાનન ને વર અપાર.
કહે શિવ ભજશે પહેલાં જે ગણપતિ ને એનો બેડો પાર.
ગાવે નર જે આપનુ નામ એના સંકટ સગાળા જાય.
નારાણજી જાડેજા (ગઢશીશા )
મુન્દ્રા
નર
#Ganesha