Gujarati Quote in Religious by Deepak Vyas

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏 મહાવીરનો કર્મવાદ 🙏
Part 1

👉 આપણી સાવ નજીદીકની વ્યક્તિઓ જ આપણને વધું દુઃખ આપતી હોય છે. તેનું કારણ શું ? અને તેવે વખતે શું કરવું ?

👉 જેની સાથે સૌથી વધુ પ્રેમ સંબંધ ને સૌથી વધુ દ્વેષ સંબંધ ભોગવવાના બાકી હોય તે જ વ્યક્તિઓ આપણી સૌથી નજદીક આવે છે. બાકી તો દુનિયામાં કરોડો લોકો છે.

👉 લેણદેણનાં સંબંધ વગર કોઈ આપણી સાથે જોડાતુ નથી.
👉 કોણ આપણાં મા-બાપ બનશે ? કોણ જીવનસાથી ? કોણ ભાઈ બહેન ?
👉 કોણ પુત્ર-પુત્રવધુ ? કોણ દીકરી-જમાઈ ?કોણ પાડોશી ? કોણ સગાં-વ્હાલાં ?

👉 આ બધું જ આપણે આ સૃષ્ટિમાં જન્મ લેતાં પહેલાં *પૂર્વ જીવનનાં કર્મ પ્રમાણે* નક્કી થઈ જાય છે. જ્યારે કોઈ આપણા જ નજદીકના વ્યક્તિઓ આપણને દુઃખ આપતા હોય ત્યારે વિચારવું કે આ મારાં સગાં બન્યાં છે તે પણ *મારાં જ કોઈ પૂર્વજન્મનાં લેણદેણને કારણે* તે આજે મારી સાથે વેર રાખી રહ્યાં છે.
👉 તેનું કારણ મારા જીવે પૂર્વજન્મમાં ક્યારેક એ જીવ સાથે વેર બાંધ્યું હશે.

👉 ભલે આજે હું મારી જાતને નિર્દોષ માનતો હોઉં પણ હું ક્યાં જાણું છું કે *પૂર્વજન્મમાં મેં આનાથી અનેક ઘણું દુ:ખ એ જીવને આપ્યું હશે.*
👉 આજે જ્યારે એ જીવ મારી સાથે હિસાબ પૂરો કરવા આવ્યો છે કે મારાં જ કૃત્યની મને ભેટ પરત કરવા આવ્યો છે. ત્યારે *હું સમતાભાવે સહર્ષ સ્વીકાર કરું* તો જ આ વેરની ગાંઠ ભેદાશે.
👉 *નહિ તો જન્મોજન્મ ચાલી આવશે.*
👉 ના... ના... મહાવીરનો *કર્મવાદ* સમજ્યા પછી મારે એનો ગુણાકાર નથી કરવો. મને આ દુઃખ સમતાભાવે વેઠવાની, હે... પ્રભુ, શક્તિ આપ... શક્તિ આપ...

👉 ક્યારેક કોઈ વ્યક્તિ સાથે થોડો વખત સારા સંબંધ રહે છે. પછી એ જ વ્યક્તિ દુશ્મન જેવી બની જાય છે ત્યારે સમજવું કે એની સાથે રાગના સંબંધ હતા તે પૂરા થયા. હવે વેરના સંબંધ ચાલુ થયા લાગે છે.

Gujarati Religious by Deepak Vyas : 111837125
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now