મંઝિલ વગરના રસ્તા પર ક્યાં સુધી દોડશો...
પથ્થરમાં ભગવાન તમે ક્યાં સુધી શોધશો...
માનો તો છો કે અંતરમાં વસેલો એ..
ખુલ્લી આંખો એ એને કેમ કરી માણશો…
ઘટનાઓ તો ફળ છે આપણા જ કર્મો નું...
દુઃખોનો ટોપલો ક્યાં સુધી એના પર ઢોળશો...
લાચારી આપણી છે એને જ સમજવામાં...
સૌનું ભલું કરનારાને ક્યાં સુધી તોલશો...
શ્રદ્ધાની વાત છે હૃદયથી સ્વીકારવાની...
શ્વાસ પણ એનો જ આશીર્વાદ છે એટલું બસ માનજો....
🙏🏻