Gujarati Quote in Poem by Dr. Bhairavsinh Raol

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙏સુપ્રભાત 🙏
"વીતી ગયો એ જમાનો"

ભણવા જાતા પગમાં ચંપલ મળતી નહોતી...
તેમ છતાંયે ધૂળની ડમરી નડતી નહોતી....

થાય વરસ જો છ પૂરા તો થાઓ દાખલ,
ડૉનેશનની ક્યાંય જરૂરત પડતી નહોતી....

પેન અને પાટી, પેન્સિલ રબ્બર ને પુસ્તક
કોમ્પ્યુટર પર આંગળી ત્યારે ફરતી નહોતી...

ખાવા માટે 'બા' દેતી મમરા-ધાણી
નાસ્તા માટે મૅગી ત્યારે બનતી નહોતી...

રોજ સવારે ચાલીને શાળાએ જાતાં
આંખ પ્રતીક્ષા કોઇ વાહનની કરતી નહોતી..

શિયાળે ના મફલર કે ના માથે ટોપી
સૂરજની ગરમીમાં ઠંડી ટકતી નહોતી...

વર્ષો પહેલા આપણે સૌ આંગણામાં રમતા
મોબાઈલની તો તે પહેલા હસ્તી નહોતી...

બચપણ વીત્યું તોય મજામાં એવું સુંદર
જાણે કે દુનિયામાં દુ:ખની વસ્તી નહોતી...

'હાં વીતી ગયો એ જમાનો,
જેમાં કોઈની યે કોઈ સાથે ફરિયાદ નહોતી...

રચના: અજ્ઞાત

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111829305
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now