બાળ સ્વરૂપે શ્યામ બને સારથિ
મન મુક્ત થાય ખોટા ભારથી,
જોઈ બાળ સ્વરૂપે એને સારથિ.
મૈયા નટખટ અદાથી જ્યારે થાકતી,
કાન પકડી મૈયાનો બને એ સારથિ.
માખણ જોઈ વર્તાતો હાવ ભાવથી,
ખાવા માખણ બને ગોપીનો સારથિ.
બચીને કાલી નાગના વારથી,
ફેંણે સવારી કરી બનાવ્યો એને સારથિ.
રાધા સંગ બંધાઈ પ્રીત ખરા શ્વાસથી,
તો સુદામાનો હ્રદયથી હતો એ સારથિ.
રમે રાસલીલા ગોપીઓ સંગ માનથી,
ચાહે સહું શ્યામ બને આપણો સારથિ.
આરતી ભાડેશીયા(અમદાવાદ)