બહુ જ સરળ ને સાદી વાત ને લોકો ગૂંચવી નાખે છે. આત્મા એ પરમાત્મા નો અંશ છે . જેનો મૂળભૂત ગુણ આનંદ માં રહેવાનો છે. આ આનંદ કોઈ બાહ્ય પરિસ્તિથી પર આધારિત નથી હોતો. એનો આંતરિક ગુણ છે . ઋષિઓ , મુનિઓ જે તપ કરતા હતા એ આ આત્મા ના આનંદ માં લીન થવાની વાત છે.
જો કોઈ ની કુંડલિની શક્તિ જાગૃત હોય ને દરેક ચક્રો ને છેદી લીધી હોય તો એમને ખ્યાલ હશે કે આ આનંદ એટલે શું ?
આ આનંદ તમે કોઈ પણ સાંસારિક કાર્ય એ વખતે કરતા હોય જેમ કે તમે ઓફિસ માં તમારું રોજીંદુ કાર્ય કરી રહ્યા છો પણ ભીતર થી તમને એક આનંદ નો જે અનુભવ થાય ને જે શાંતિ અનુભવાય એને ના તો તમારા ઓફિસ ના એ કાર્ય સાથે , એ વખત ના વાતાવરણ સાથે કે તમારી સાથે રહેલા કલીગ સાથે કોઈ નાતો હોય. તદ્દન આંતરિક જુદા જ પ્રકાર નો આનંદ જે મને અહીં લખતા નથી આવડતો કે વર્ણવતા નથી આવડતો એ આનંદ છે. એ આનંદ ને દુનિયા કે દુનિયાદારી સાથે કોઈ સબંધ જ નથી. ઇટ્સ ટોટલી ઇન્ટરનલ મેટર . અફસોસ એને કેવી રીતે લંબાવો એ અત્યારે તો આવડતો નથી . કુદરતી રીતે એ શરુ થાય છે ને કુદરતી રીતે બંધ થાય છે. જે સમજાય છે એ એ જ કે આજ આનંદ એ આત્મા નું મૂળ સ્વરૂપ છે . જે આનંદ માટે ઋષિઓ , મુનિઓ તપ કરતા હતા .