કૃષ્ણ અવતાર માં ગોપીઓ હોય કે કૃષ્ણ ના સખાઓ એ બધા જ અનેક જન્મો થી ઈશ્વર ની આરાધના કરનાર ઋષિઓ , મુનિઓ હતા જે પોતાના સંચિત પુણ્યો ના પ્રતાપે ઈશ્વર કૃષ્ણ નું સાનિધ્ય પામવા ભાગ્યશાળી બન્યા હતા.
'' કાહે કન્હૈયા તું માખન ચુરાય ? મેરી સમઝ મેં કુછ નહિ આય
મૈયા યશોદા સે નૈના ચુરાય , મન હી મન કાન્હો મુસ્કાય '' કૃષ્ણ માખણ ચોરતાં હતા . નાનું બાળક ઘર ને બહાર મસ્તી કરે . એ એની લીલા માં લાલો માખણ ખાય એનો અર્થ જે લીધું છે એને અનેક ઘણું કરી ને આપે ને માખણ ઢોળી નાખે એનો અર્થ છે તમારા પાપ નો નાશ કરે છે.
ઈશ્વર ને તમે ક્યા સંબંધે ભજવા માંગો છો ? એ દરેક જીવ ની પોતાની ચોઈસ હોય છે. સંઘીઓ ને ચોઈસ શબ્દ નો અર્થ ક્યારેય સમજાતો નથી એટલે તમને એ દોઢડાહ્યાઓ શિખામણ આપશે ઈશ્વર ને ગીતા ના રૂપે જ ભજાય , એ જ સાચા કૃષ્ણ છે etc . માતા , પિતા , બંધુ , સખા , પ્રિયતમ , સંતાન ... ઈશ્વર ની સાથે જે સબંધ બાંધવો હોય એ જીવ ની પોતાની પસંદગી છે. આખિર એ જીવ ને ઈશ બે વચ્ચેની વાત છે. અન્ય કોઈને એમાં દખલ કરવાની જરૂરત નથી.
બસ અત્યારે કૃષ્ણ વિષે આટલું જ કહેવું છે.