એ વ્હાલા વ્રજમાં વહેલો આવ ગોકુળમાં ગમતું નથી રે....
ગોકુળમાં ગમતું નથી એ મારું મન લાગતું નથી...
તારા વિના ગાયો કોણ ચરાવશે
તારા વિના રાસ કોણ રમાડશે..
એ વ્હાલા વ્રજમાં વહેલો આવ ગોકુળમાં ગમતું નથી રે....
તારા વિના માખણ કોણ ખાસે
તારા વિના વાંસળી કોણ વગાડશે..
એ વ્હાલા વ્રજમાં વહેલો આવ ગોકુળમાં ગમતું નથી રે....
તારા વિના યમુના ના તટે મટુકી કોણ ફોડશે
તારા વિના ગોવર્ધન કોણ ઉપડશે...
એ વ્હાલા વ્રજમાં વહેલો આવ ગોકુળમાં ગમતું નથી રે....
અંત માં ગોપી ઓ કહે છે,
તારા વિના મારું મન ક્યાંય લાગતું નથી રે...
તારા વિના મને ક્યાંય ગમતું નથી રે....
એ કાન તારા વિના હવે રહેવાતું નથી રે.....
હવે આ વિરહ સહેવાતો નથી રે........

યોગી