ક્યાં ગયા મારા એ સંતાન???
મારા ક્યાં ગયા એ સંતાન!???
માં કહી પુકાર નારા ,મારી માટી એ શીશ ઝુકાવ નારા.
મારા જયઘોષ થી જગ ગૂંજવનારા
ક્યાં ગયા મારા એ સંતાન???
જાત ભુલી મને આઝાદી અપાવનારા
દેશ કાજે જીવન અપૅણ કરનારા
ક્યાં ગયા મારા એ સંતાન???
સામી છાતીએ દુશ્મનો સામે લડનારા
દુશ્મન ની ગોળી ઓ છાતી પર ઝીલ નારા
શમશેર ની ધાર સમા ચમક નારા
ક્યાં ગયા મારા એ સંતાન???
તુફાનો ને વીંધનારા ,મોત સામે ઝઝુમનારા
અડગ,પહાડોમાં મારા એ મારી આંખો ના તારા
ક્યાં ગયા મારા એ સંતાન???
********************
આજ હું રીબાય ને પિડાય રહી છું.
લાંચરૂશવતેશોષાય રહી છું
ભષ્ટ્રાચારીઓના હાથો માં સોંપાય રહી છું
દેશદ્રોહીઓ ના હાથે વેચાય રહી છું
ક્યાં ગયા મારા એ સંતાન????
ક્યાં ગયા મારા ગાંધી ને ભગત સમા એ સંતાન
ક્યાં ગયા મારા સુભાષ ને સરદાર ?????
ભારતમાતા આજ કરે છે પુકાર
ક્યાં ગયા મારા એ સંતાન????
મારા કયા ગયા એ સંતાન!??????