75 વર્ષ આઝાદી ના....આવો ઉઝવીએ આઝાદી
વિચાર્યું છે ક્યારેય કેવા હતા
આઝાદી પહેલા ના ગુલામી ના એ દિવસો??
કેવું હતું અગ્રેજો ની ગુલામીભર્યું જીવન??
વિચારતા કંપારી છુટ્ટી જાય
દોઢસો વર્ષ સુધી સહી હતી
અગ્રેજો ની અસહય ગુલામી
નહોતી કોઈને બોલવા ની આઝાદી
નહોતી કોઈ કાર્ય ની આઝાદી
નહોતી ઊંચું માથું કરી જીવવા ની આઝાદી
લૂંટ્યો બે હાથે આપણા દેશ ને
બરબર્તા આચરી ગરીબો ઉપર
બનાવ્યા હતા અબોલ પશું જેવા ગુલામ
કરતા સ્વતંત્રતા ની થોડી વાત
ભરી નાખતા જેલ નિર્દય અગ્રેજો
કરતા કાળા પાણી ની સજા કોઈને પણ
ગોળી અને ફાંસી દઈ દેતા નાની વાત મા
જયારે ગુલામી થઇ પડી અકારી
લોકસાહસ સામે બધી જેલો પડી નાની
વહી નદીઓ સેનાની ઓ ના લોહી ની
ખૂટી પડી અગ્રેજો ની બંદૂક ની ગોળીઓ
અને ફાંસી ના માચડા પણ પડ્યા ઓછા
ભારતીય શૂરવીરો ના સાહસ સામે
આખરે ખૂટી હિમ્મત અગ્રેજો ની
આપવી પડી 1947 મા આઝાદી ભારતીયો ને
સલામ દરેક સ્વાતંત્રય સેનાનીઓને
જેના લીધે મળી છે આપણે આઝાદી
આઝાદી મેળવવા ચૂકવી છે કિંમત ઘણી મોંઘી
આવો ઉઝવીએ આપણે અનમોલ આઝાદી
હિરેન વોરા