Quotes by chavda mital in Bitesapp read free

chavda mital

chavda mital

@chavdamital28gmail.com656816


શ્વાસનું સત્ય

કયારેય કયારેય વિચારું છું, ઈશ્વર સાથે છે,
શ્વાસે શ્વાસે લાગણી બનીને બેઠો છે.

જીવન અને મૃત્યુ વચ્ચેનું જે અંતર છે,
એ નાનકડા અંતરમાં આખું જીવન વસે છે.

ન દેખાય આંખે, ન સ્પર્શાય હાથોથી,
તોય હૃદયના દરેક ધબકારમાં એ છે.

દુઃખ ની રાતે જ્યારે શબ્દો પણ થાકી જાય,
ત્યારે મૌન બનીને મને સાંભળે છે.

હારી ગયેલી હું જ્યારે પોતેથી પોતે,
ત્યારે અજાણ્યા બળ બનીને ઊભો છે.

રસ્તા ભટકાય, દિશાઓ પણ ચૂપ રહે,
ત્યારે વિશ્વાસનો દીવો એ જ જળે છે.

શ્વાસ તૂટે ત્યાં સુધી જ તો આ સફર છે,
એ પછી તો શાશ્વત શાંતિનો પ્રદેશ છે.

હું એને શોધું છું જળસ્થળમાં,
પણ મારા અંતરઆત્મા ના શ્વાસમાં એ વસે છે

Read More