પ્રિય મિત્ર..
મને ખબર નથી કે તું કયા હશે પણ એટલું તો ચોક્કસ કહી શકાય કે.. તું જ્યાં હશે, ત્યાં એકદમ ખુશ હશે. કારણ કે..બાળપણના ભેરુ છીએ તો પણ કેમ ભૂલાય તારી મસ્તી ભરી યાદો ને...
આજ તું નથી તો, મને તારા વગર ગમતું નથી.
ખબર નથી કોની નજર લાગી ગઈ,આપની લીલીછમ દોસ્તી જે અમુક સમયમાં જ મૂર્જાઈ ગઈ..
તારી સાથે માણેલી યાદો આજ વગોળું છું. એક તું જ હતો કલેજો મારો બાકી તો કેટલાય મતલબી માણસોને મેકઅપ સાથે ચહેરો બદલતા મે જોયા છે..
સાચી મિત્રતાની સુગંધ અંતરમાં બહાર આવે ત્યારે આંખમાં આંસું ટપકવા લાગે દોસ્ત..
બાકી તારી મારી ભાઈબંધી આ દુનિયા શું જાણવાની..
વ્હાલા નશીબ હશે તો ફરી મળીશું એકવાર જીવનમાં
બસ તારો મિત્ર..
#Friendship