નાદાની કર પણ એટલી નહિ કે આગળ રસ્તો જ બંધ થઈ જાય
ઉપર ચઢ પણ આગળ જતા ઉતરવુ પડે તેમ નહિ
કોઈ વ્યક્તિ ના વર્તન પર ના જા પણ તે શા માટે એવું કરે છે તે વિચાર
આગળ વધ પણ સૌના સાથ સહકારથી
ભીડ ની વચ્ચે બોલવું જ જરૂરી નથી કારણ કે ક્યારેક મૌન પણ જવાબ હોય છે
મૌન પણ ભાષા છે પણ ગણગણાટ વચ્ચે તેને સમજનાર ખૂબ ઓછા હોય છે
અભિપ્રાય પોતાના વિચારો પર થી નહીં પણ સામેનાને સમજી ને બાંધો
સમય કરવટ બદલે છે ત્યારે ના સમજાયેલા જવાબો પણ મળી આવે છે
-Shree...Ripal Vyas