Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વીર પસલી*

આવી આજ વીર પસલી ને બેનીને વીરો સાંભરે,
વાયક આવ્યાં છે કે વીરા મારા ઊભાં ગામને પાદરે.
બેની જોતી હસે વાટુ તમે જલ્દી હાંકો ને ગાડુ,
વીરા માટે બનાવું શીરો પુરી ને ચુરમાના લાડુ.
આવી આંગણે ઊભો લાડલો વીરો મારો ડેલીયે,
કંકુ ચોખા ના તિલક કરી ઓવારણાં લઈ વધાવીએ.
વહે બેની ના આંખે ખુશીની આંસુડાં ની ધાર,
શાને રડે બેની વીરો તારો આજે આવ્યો દ્વાર.
બેની કાંડે બાંધે સાત ગાંઠ વાળો પીળા રંગનો દોરો,
કહે ઈશ્વર ને કે કોઈ દુઃખ વીરાને આવે નહીં ઓરો.
આજ બેની જમાડે વીરાને હેતે બેસાડી ને પાટ,
વીરા સાથે પીરસતા પીરસતા કરે મનની વાત.
બહેની ને વીરો આપે છે પ્રેમે કંચન જેવી ભેટ સોગાદ,
વીરો ચાલ્યો પાછો ઘેર બેની‌ કહે કરતાં રહેજો મને યાદ.

નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા

Gujarati Poem by Naranji Jadeja : 111822653
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now