" સપના નું ઘર "
એક ઘર હોય ન તારુ ,ન મારુ બસ આપણું હોય.
ખુશીઓથી સજાવેલું બારસાખ ને ,સપના ઓનું લટકતું તોરણ હોય.
પ્રેમની મહેકતી છત ને ,આનંદે ચમકતી દિવાલ હોય.
દુનિયાના બંધન ની પેલે પાર ને,છલકતો બસ પ્યાર જ પ્યાર હોય.
સાચા સંબંધોની સુવાસ છલોછલ ને, નીંવ તેની વિશ્વાસે મજબૂત હોય.
ભલે ન મહેલ હોય ને,પાયા તેના મહેનતે કરેલી પહેલ હોય.
આંગણે સુરજના કિરણોની ચહલ-પહલ ને,છત તારાઓના ઝગમગાટ થી મઢેલ હોય.
આંગણે તુલસીક્યારો ને,ફૂલોની સુગંધ હોય.
જીવન માં પ્રેરણા ની સુગંધ ને, પ્રિત ની પડખે ફોરમ હોય.
માતા પિતા ના આશિષ ની છાયા ને,ભુલકાઓ ની કિલકારી હોય.
, સંસાર ના સવૅ સુખ ને છોડી ને,કાયમ ઘરે જ મારી દોટ હોય.
બસ એક ઘર આવું જ સપના નું એકદમ આવું જ હોય.