મને નહી કહે, તું કેમ ઉદાસ છે?
શું થયુ? કોઈએ કંઈ કીધુ? આંખોમા કેમ આ ભીનાશ છે?
સવારથી જોઉં છું આં બેચેની, મને નહી કહે, તું કેમ ઉદાસ છે?
વિચાર-વમળમાં લાગે છે તું, મન આજે તારું ચિંતાનું આવાસ છે.
બધું ભૂલીને બેસને મારી પાસે, ચિંતાઓ તો બસ એક આભાસ છે.
તને ખબર છે ને તું બહું ખાસ છે, તારાથી જ આ જીવનમાં સુવાસ છે.
તારાં સાથે છે મારી બધી ખુશીઓ ને તારાથી જ તો મારાં
શ્વાસ છે.
તને જોઈને નવો ઉત્સાહ મને મળતો, ને તું જ આમ કેમ હતાશ છે?
તું સ્પેશિયલ છે કે તને મળ્યો ત્યારથી, જિંદગી ફક્ત તારી જ આસપાસ છે.
-તેજસ