માનો તો જીવનમાં બધું બરાબર હોય છે,
સરવાળો તો ક્યારેક બાદબાકી પણ હોય છે,
માનો તો જીવનમાં બધું મૌન હોય છે,
હસતો તો ક્યારેક રડતો પણ હોય છે,
માનો તો જીવનમાં બધું પ્રમાણસર હોય છે,
વધારે તો ક્યારેક ઓછું પણ હોય છે,
માનો તો જીવનમાં બધું આજે હોય છે,
કાલે તો ક્યારેક ગઈકાલે પણ હોય છે,
માનો તો જીવનમાં બધું મધ્યમાં હોય છે,
આગળ તો ક્યારેક પાછળ પણ હોય છે,
માનો તો જીવનમાં બધું બરાબર હોય છે,
સરવાળો તો ક્યારેક બાદબાકી પણ હોય છે..
મનોજ નાવડીયા