*ટોકન*
દીકરીએ માઁ ને ખુશખબર આપવા ફોન કર્યો.
"માઁ. અમે *અલગ* થઈ રહ્યા છીએ. આજે અષાઢી બીજે અમે ટોકન આપી આવ્યા. ભાઈને ફોન આપ. એને પણ આ ખુશ ખબર આપું."
દીકરીને અભિનંદન પણ કહ્યા વિના ફોન કાપતા પહેલા માઁ નો રડમસ અવાજ બસ એટલું જ કહી શક્યો.
"બેટા. ભાઈ ઘરે નથી. એ પણ આજે *એના ઘર* નું ટોકન આપવા ગયો છે."
Source :- Social media