જીવનમાં કોઈ વસ્તુની ક્યાં ખોટ હોય છે....
એતો આપણા નજરની જ ઓટ હોય છે...
કોઈ એવી વસ્તુ પર અટકી જ હોય છે ....
જે નસીબ થી થોડી અળગી જ હોય છે...
પાસે હોય એની કિંમત ઘટતી જ હોય છે ...
કેમકે બીજે દૂર નજર ફરતી જ હોય છે...
એકવાર ખુદનો ખજાનો માણવાની જરૂર હોય છે...
પછી તૃપ્તિ તો નિજ જીવનમાં થતી જ હોય છે....
-Tru...