Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ ફાનસ નો પણ એક સમયે વટ હતો.
ઘર મા લગભગ ૫/૬ ફાનસ તો રહેતા જ. એક દાદા ને ઓરડે, એક ઓસરી એ, અને એક નવ પરણેતર ને ઓરડે.બાકી ના ડામચિયો હોય ત્યાં બધાની લાઇનમાં પથારી થઇ જાય. સૌ સુઇ જાય સન્નાટો લાગે એટલે ફુંક મારી ઓલવાય જાય. રસોડે પણ રસોઇ પૂરતું રખાતુ હોય સાંજ ના સમયે .પણ બાકીના ફાનસો ...કેરોસીન અને વાટો બધાની ચેક કરી રખાતા .ફાનસ ના ફોટા રોજ સાંજે ચુલા ની રાખ થી સાફ થતા. ચકચકિત આરપાર ચહેરો દેખાય એવા.
ત્યારે મોંઘા લીકવીડ નોતા. બીગબઝાર પણ કયા હતી? છતા સારી સફાઇ થતી .
સ્ત્રી નુ રુટીન હતું સવાર થી રાત સુધીનું .
છતા થાક હતોજ નહી.
ફાનસ ના આછા અજવાસ મા ગભાણ મા ગાયો ભેંશો ને નીણ પણ નંખાતું .
ઓસરી એ પંગત પડે ત્યારે બે બાજુ એક એક ફાનસ ગોઠવતા. એ પ્રકાશ મા સરસ ઢીલી ખીચડી ઘી થી લસપસતી. કઢી હોય. રોટલા રોટલી, લોટવાળા મરચાં , કોઇ સરસ તેલ નીતરતું શાક. સ્વાદ વાળુ .
રાત નુ વાળુ થઇ જાય એટલે ફળીએ ફાનસ મુકી વાસણ ઉટકાઇ જાય. ખાટલા પર ઉધા મુકી દે એટલે નીતરી જતા. કાંસા ની થાળી ,તાંસળી ,લોટો એવા વાસણો હતા . નોનસ્ટીક એટલે શુ? એ કદાચ ડીક્ષનરી મા પણ આવ્યું નહી હોય
કઢી હોય તો સુતી વખતે દુધ નો ગ્લાસ સૌ પોતપોતાના રુમ માં લઈ જાય. દુઘ ફરજીયાત પીવાનું જ એવું ,વડીલો કે'તા. દુધ પણ ફ્લેવર વગર નુ.
આ ફાનસ ના આછા પીળા પ્રકાશ મા ભણતા એ આજ કયા ના કયા પહોંચી ગયા છે.સારુ ભણી ને....
ફાનસ કેટકેટલી સુંદર યાદો નુ સાક્ષી રહ્યું હશે.
આજ વરસાદ પડે, લાઇટ જાય ત્યારે ચાઇનીસ લાઇટો અંધા કરી દે એવી ઘરમાં આવી ગઇ છે. ઓટોમેટીક ચાલુ થઇ જાય પાછી.....ભુત ની જેમ આંખ અંજાય જાય તેવી જડુસ.
પણ સાચું કંઊ.... ફાનસ સાથે જીવવા ની મજા હતી હો..... એ ફાનસ ના આછાં અજવાળાં નો પ્રેમ , એમાં રહેલી કુટુંબ ભાવના, ધીમો પ્રકાશ આંખો નું તેજ સાચવી રાખતો. મોતિયો તો લાડુ જ હોય એવી માત્ર ખબર હતી. આંખ મા હોય? એ જડુસ લાઇટો આવ્યા પછી ખબર પડી.
ફાનસ મા વાંચનાર શીક્ષક પણ સત્ય સાથે વિદ્યા દાન આપતા. ભણાવવાની રીત પણ ઠાવકી હતી, પીઢતા હતી! વિદ્યાર્થીઓ અને ટીચર વચ્ચે ની એક પૂજનીય વડીલ અને બાળક વચ્ચે ના સંબંધો ની સંસ્કારી રેખા હતી. જ્ઞાન આપનાર ને વંદનીય ગણાતુ. પણ હવેની આજ બદલાઇ છે. જે લખવા જેવુ રહ્યું નથી.
ફાનસ માત્ર આછું અજવાળું નહી પણ ઠંડી મા હુંફ પણ આપતું . ઢોલિયા ની બાજુમાં રાત આખી સળગે અને ઠંડી ઉડાડે. પાતળાં ગોદડાં ટાઢ જીલતાં.
મને ફાનસ ખુબ ગમતા. આજ પણ સાચવી ને રાખ્યા છે. આજ પણ લાઇટ જાય તો દિવા કરુ છુ મીણબત્તી નહી.હવે ફાનસ મળે છે પણ ડીઝાઇન મા આવવા લાગ્યા . અંદર જગમગતી વાટ નહી પણ બલ્બ ખોસી દીધા છે.
લોકો હવે જુની ભાત ઉપસાવવા નવી રીત અજવાળવા લાગ્યા .
લાગે છે ફાનસ ને ભુલ્યા નથી.
ભુલાય એવું પણ નથી આ ફાનસ.....😊

Gujarati Motivational by મહેશ ઠાકર : 111818984
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now