Gujarati Quote in Motivational by Hiren Manharlal Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુરુ ને પ્રણામ..... 🙏🙏

શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||

“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “

કરતા કરે ન કર સકે
ગુરુ કરે સૌ હોઈ
તીન લોક નૌ ખંડ મેં
ગુરુ સે બડા ન કોઈ

જ્ઞાનનાં દર્શન કરાવે તે ગુરુ
અજ્ઞાની માથી જ્ઞાની બનાવે તે ગુરુ

અંધારા માથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ
અધર્મ થી ધરમ તરફ વાળે તે ગુરુ

પ્રથમ ગુરુ છે દુનિયા માં લાવનાર "માં બાપ "
જ્ઞાન આપી કરાવે સાચા ખોટા ની પરખ

બીજા ગુરુ છે શિક્ષણ આપનાર શિક્ષક
આપ્યું સૌથી મોટુ વિદ્યા દાન

ત્રીજા ગુરુ છે ધર્મગુરુ
ધર્મનું જ્ઞાન આપી
કરાવ્યો પ્રભુ નો સાક્ષાત્કાર

ગુરૂ છે જ્ઞાન ની ગંગા કરે અજ્ઞાનતા નો નાશ
ગુરુ વિના સફળ નથી માનવ જીવન

અલગ અલગ પ્રકાર નું જ્ઞાન દેવા વાળા
દરેક ગુરૂજન ને આજે દિલ થી પ્રણામ

ગુરુ પૂર્ણિમા ના શુભ દિવસે
ગુરુજનો ને મારા અંતઃકરણ પૂર્વક વંદન🙏🏻🙏🏻

હિરેન વોરા
તા. 13/07/2023

Gujarati Motivational by Hiren Manharlal Vora : 111818552
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now