#ફોટોઓફધડે
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ(JWST) જેને સૌપ્રથમ ૨૦૦૭માં લોન્ચ કરવામાં આવવાનું હતું પરંતુ ટેકનિકલ કારણોસર તેને લોન્ચ કરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી તેથી લોન્ચ રદ્દ કરવામાં આવ્યું હતું! ત્યારબાદ નાસા દ્વારા JWST ને ૨૫ ડિસેમ્બર, ૨૦૨૧માં લોન્ચ કરવામાં આવ્યું હતું!
આ ટેલિસ્કોપ પૃથ્વીની કક્ષામાં નહીં પરંતુ તેને પૃથ્વીથી ૧.૫ મિલિયન કિ. મી. દૂર સૂર્યની કક્ષામાં મૂકવામાં આવ્યુ છે! આ ટેલિસ્કોપ અત્યાર સુધીનું સૌથી પાવરફૂલ ટેલિસ્કોપ છે! આ ટેલિસ્કોપને બિગ બેંગ બાદ તરત જ અસ્તિત્વમાં આવેલી ગેલેક્સીનો અભ્યાસ અને અન્ય સૌરમંડળમાં આવેલાં ગ્રહોનો અભ્યાસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે!
આજે એટલે કે ૧૨ જુલાઈ, ૨૦૨૨ના રોજ JWST ધ્વારા સૌપ્રથમ ઈન્ફ્રારેડ ઈમેજ જાહેર કરવામાં આવી છે! આ ઈમેજ એક ગેલેક્સી ક્લસ્ટર "SMACS 0723"ની છે! આ ગેલેક્સી કલસ્ટર ૪.૬ બિલિયન પ્રકાશ વર્ષ દૂર આવેલું છે જેમાં ૧૦૦૦થી વધુ ગેલેક્સીસ સ્ટ્રોંગ ગ્રેવિટિથી જોડાયેલી છે! નીચેની ઈમેજમાં કેટલીક ગેલેક્સીસ ખૂબ જ દૂર અને ધૂંધળી દેખાય છે જે ૧૩ બિલિયન પ્રકાશ વર્ષ દૂર આવેલી છે જે બિગ બેંગ બાદ અસ્તિત્વમાં આવી હતી!
આ ઈમેજમાં દેખાતા સૌથી તેજસ્વી ઓબ્જેક્ટ્સ આપણી પોતાની મિલ્કિ વે ગેલેક્સીમાં આવેલ તારાઓ છે!
જો તમે રેતીના એક કણને તમારી આંખો સામે તમારો હાથ લંબાવીને પકડી રાખીને જુઓ તો આ ફોટોમાં દેખાતો ભાગ તે કણની પાછળ છૂપાઈ જશે! આ ફોટોમાં દેખાતો ભાગ, આ વિશાળ બ્રહ્માંડમાં માત્ર રેતીના એક કણ સમાન છે!
-નીલકંઠ